0:08 સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વાજ્ઞાન પ્રદમ ગુરુ મુમોક્ષુણમ હિતારથાય તત્વબોધો વિધિયતે
0:53 સાધન ચતુષ્ટય સંપત્તિની વિચારણા પૂર્ણ કરવામાં આવી છે આજે આપણે અત્યાર સુધી ની જે વિચારણા થઈ ગઈ ને એટલું ગદ્ય આપણે પાઠ કરી લઈશું સાથે જ સાધન ચતુષ્ટય સંપન્નાધિકારી મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષયામઃ સાધન ચતુષટયમ કિમ નિત્ય નિત્ય વસ્તુ વિવેકહ ઈહા મુત ફલ ભોગ વિરાગહ સમાધિ શટક સંપત્તિહી મુમુક્ષુત્વમ જેતીિ
1:39 નિત્યા નિત્ય વસ્તુ વિવેક કહ નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ અયમેવ નિત્ય નિત્ય વસ્તુ વિવેકહ વિરાગહ કહ ઈહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ સમાધિ સાધન સંપત્તિહકા સમો દમો પરમસ્થિતિક્ષા શ્રદ્ધા સમાધાન ચેતીિ સમહકહ મનોનિગ્રહ દમહકહ
2:26 ચક્ષુરાદિ બાહ્યન્દ્રિય નિગ્રહ ઉપલમહ કહ સ્વદલમાનુષ્ઠાનમેવ તિતિક્ષાકા શીતોષણ સુખ દુખાદિ સહિષ્ણુત્વમ [સંગીત] શ્રદ્ધા કિદશી ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા સમાધાનમ કિ ચિત્તકાગ્રતા મુમુક્ષુત્વમ કિમ મોક્ષો મે ભુયાદ ઇતિચ્છા એતત સાધન ચતુષ્ટયમ
3:15 સાધન ચતુષટયમ તતસ્તત્વ વિવેકસ્યાધિકારીણો ભવંતીિ તતવ વિવેક [સંગીત] એત સાધન ચતુષ્ટયમ હવે એત કહ્યું એટલે આ એટલે આપણે એનો પાઠ કરી ગયા અને પાઠ કરી ગયા અને એની વિચારણા આપણે પૂર્વે સમજી ગયા છીએ એટલે જેવો પાઠ કરીએ ને એટલે એનો અર્થ આપણા મનમાં સ્ફૂરવો જોઈએ એના પર પૂરતી વિચારણા કરી હશે તો જ્યારે જ્યારે આ શબ્દોનો પાઠ કરીએ એટલે એનો અર્થ આપણા મનમાં સ્ફૂરે એ તત સાધન ચતુષ્ટયમ આ ચાર સાધન છે એટલે કયા કયા ચાર સાધન છે આપણે એને જીવનમાં કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એ
4:01 બધી વિચારણા આપણે જોઈ છે તતઃ ત્યારબાદ તતપશ્ચાત તેનાથી શું થશે તો કે તત્વ વિવેકસ્ય તત્વ વિવેક કરવાના તત્વ વિવેકના ષષ્ઠી એકવચન છે તત્વ વિવેકસ્ય અધિકારીણ ભવંતીિ એનાથી આપણે અધિકારી થઈ શકીએ તેમ છીએ અને અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ અધિકારી થઈ અને જે કાર્ય કરીશું ને એનું ફળ આપણને પ્રાપ્ત થશે અહીંયા શેના અધિકારી થવાશે આ સાધન ચતુષ્ટયથી તત્વનો વિવેક કરવાના અધિકારી થઈ શકાશે નહી તો તત્વનો વિવેક નહીં થાય હા શાસ્ત્રોના જે શબ્દો છે
4:47 એનો અર્થ સમજાશે એનો શબ્દાર્થ સમજી શકીએ એ માહિતી મળી શકે પણ એનો જે તાત્પર્ય નિર્ણ નિર્ણય થવો જોઈએ ને એનું ફળ પ્રાપ્ત થવું એટલે શું તાત્પર્ય નિર્ણય થઈ અને એનું જે ફળ આપણને અનુભવાવું જોઈએ એ સંભવ થશે નહીં એટલા માટે આપણે સાધન ચતુષ્ટયની ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા જોઈ છે બધા જ સાધનોની વિચારણા જોઈ ગયા અને હવે આમાં થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તતઃ તત્વ વિવેકસ્ય અધિકારીનઃ ભવંતીિ એનાથી તત્વ વિવેકના અધિકાર અકારી થઈ શકાય છે એટલે આમ કહીએ ને એલિજીબિલિટી થઈ જાય એલિજીબિલિટી ફોર એડમિશન એડમિશન લેવાની
5:33 આપણને તો હજુ પરમિશન મળી છે કઈ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ એટલે તત્વજ્ઞાન નથી થઈ જતું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી થઈએ છીએ અને એ ને પેલી બધી એન્ટ્રન્સ એક્ઝામ હોય પહેલા તો 12 સાયન્સ ભણી લીધો એટલે 12માં ધોરણના રિઝલ્ટ પર એડમિશન મળી જતું હતું હવે એના પર નથી મળતું શું કરવું પડે છે બધી એક્ઝામ આપવી પડે એન્જિનિયરિંગ હોય તો એની જુદી એક્ઝામ આપવાની હોય મેડિસિનમાં જવું હોય તો એની જુદી એક્ઝામ આપવાની હોય એ એન્ટ્રન્સ ટેસ્ટ આપીએ એ પાસ કરીએ તો એ ફેકલ્ટીમાં જવાની આપણને પરમિશન મળે એમાં એડમિશન મળે બસ અહિંયા પણ જો આપણે તત્વનો વિવેક કરવો હોય
6:18 તો આપણે પણ એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે અહિયાં કઈ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની છે સાધન ચતુષ્ટય સંપત્તિ હોવી અનિવાર્ય છે એ હશે તો જ એડમિશન મળશે એટલે અહિંયા આ તત્વનો વિવેક જે કરવાનો છે તત્વ જે આપણે પ્રારંભમાં આની વિચારણા જોઈ ગયા છીએ તત્વમ જે છે ને એ તે પણું જણાવે છે ઘરેણા અનેક છે પણ એ બધાનું તત્વ શું છે તે પણું શું છે તો કે સુવર્ણત્વ આ બધામાં સામાન્ય છે સુવર્ણત્વ છે તો ઘરેણા છે નહી તો ઘરેણાનું અસ્તિત્વ સંભવતું નથી એવી રીતે અહીંયા જે તત્વ છે એ શેનું તત્વ છે તો કે સમગ્ર જગતનું તત્વ છે
7:06 જીવ જગત અને ઈશ્વર ત્રણે ત્રણનું જે સાલભૂત તત્વ છે ને એ તે પણું જે છે એનું મૂળ સ્વરૂપ એ બ્રહ્મ સ્વરૂપ જે છે એને જ અહીંયા તત્વ કહેવામાં આવે છે અને તત્વનો વિવેક કરવા માટે આપણે અધિકારી થવાનું છે અને એ તત્વનો વિવેક કરવામાં આત્મા અને અનાત્મ વિવેક પણ આવી જાય દ્રશ્ય અને દ્રષ્ટાનો વિવેક આવી જાય જળ અને ચેતનનો વિવેક આવી જાય આ ગમે તે શબ્દ આપણે વાપરી શકીએ પણ મૂળ આ તત્વનો વિવેક કરવાનો છે જે તત્વ નથી એનાથી તત્વને જુદું પાડવાનું જે આત્મા નથી એવા અનાત્માથી આત્મતત્વને જુદું પાડવાનું છે એટલે જો શ્રવણ કરવા છતાં આ આત્મજ્ઞાનમાં માં નિષ્ઠા પ્રાપ્ત ન થતી
7:54 હોય તો ભૂલ ક્યાં છે શાસ્ત્રમાં છે ભૂલ ના શાસ્ત્ર સમજાવનાર સમજાવે છે એમાં ભૂલ છે ના ભૂલ શાસ્ત્રમાંય નથી શાસ્ત્ર સમજાવનારમાંય નથી શ્રવણ પ્રક્રિયા છે આ એક પ્રક્રિયા છે સ્તુતિ પરંપરામાં જે સ્તુતિ પરંપરા કહીએ શ્રવણ પરંપરા કહીએ કે ગુરુ શિષ્ય પરંપરા કહીએ એ જે શાસ્ત્રનું જ્ઞાન આચાર્યની સમજમાં છે એવુંને એવું જ જ્ઞાન શ્રોતાની સમજમાં આવે કે શિષ્યની સમજમાં સ્થિત થાય ને એ પ્રક્રિયાને સ્તુતિ પરંપરા કહીએ શ્રવણ પરંપરા કહીએ કે ગુરુ શિષ્ય પરંપરા કહીએ એનું એ જ જ્ઞાન હસ્તાંતરિત થવું જોઈએ
8:41 અને એ હસ્તાંતરિત થાય એ પ્રક્રિયામાં એમાં પણ કોઈ ખામી નથી એ પ્રક્રિયા બરાબર થઈ રહી છે તો ખામી ક્યાં છે ભૂલ ક્યાં રહી તો કે અધિકારિત્વમાં ભૂલ છે જો અધિકારિત્વ નહીં હોય તો શાસ્ત્ર કે છે એ પણ બરાબર છે જે શાસ્ત્રનો ઉપદેશ સમજીએ છીએ એ પણ બરાબર છે જે પદ્ધતિથી સમજીએ છીએ એ પણ બરાબર છે માત્ર આપણા અધિકારીત્વમાં કંઈક ખામી હોય તો એ અધિકારીત્વને વધારવાનો પ્રયત્ન કરવાનો અને એ કરી શકીએ તો ચોક્કસ અહીંયા જે કહ્યું છે એવા અધિકારી આપણે થઈ શકીએ અને અધિકારી થઈ જઈએ એડમિશન મળી ગયું પછી કોલેજમાં એડમિશન મળી ગયું પછી તો ચાર વર્ષે ડોક્ટર કે એન્જિનિયર થઈ જ જાય હા
9:28 કશો જ પ્રયત્ન ના કરે જુદી વાત છે પણ પોતાનો પ્રયત્ન કરવાની તત્પરતા છે મહેનત કરવી છે બધું જ છે પણ એડમિશન મળ્યા વગર ગમે એટલી મહેનત કરે થતું નથી એડમિશન લીધા પછીની મહેનત સાર્થક થાય છે બસ એવી રીતે આપણે જે આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી અને જીવન મુક્તિનું સુખ અનુભવવું છે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે એ અધિકારી થઈ અને જે પ્રયત્ન કરીશું ને એ સાર્થક થશે આપણા પ્રયત્ન સફળ કેમ નથી થતા તો કે અધિકારિત્વની ખામી હોય ત્યાં સુધી એ સફળ થતા નથી એટલે અહીંયા આપણે થોડીક આ વિચારણા જોતા હતા અધિકારીત્વમ ફલ
10:14 સંબંધિત્વમ એટલે અધિકારીત્વમાં સુધારો કરવાનો છે ધારો કે અહીંયા આ નેપ્કિન છે આનો રંગ કેવો છે આ કેસરી છે એ જ્ઞાન પ્રાપ્ત થયું ને આ જ્ઞાન પ્રાપ્ત થયું બધા અહીયા બેઠા છો બધાને પ્રાપ્ત કોઈ એક વ્યક્તિ એવી છે કે જેને આ રંગ દેખાતો નથી અથવા અહિયાં શું વસ્તુ છે એ જ નથી જણાતી અથવા સ્પષ્ટ નથી જણાતું તો ખામી આ રૂમમાં અંધારું છે એ છે ના અજવાળું છે અહીંયા કઈ વસ્તુ જ નથી એવું છે તો કે ના વસ્તુ છે વસ્તુ સ્પષ્ટ જણાય એવી છે પણ છતાં એનું જ્ઞાન નથી થતું તો શું હોઈ શકે આંખમાં મોત્યો આવેલો હોય આંખમાં જામલ હોય
11:04 તો શું થાય પ્રતિબિંબ સ્પષ્ટ જણાય આંખમાં પ્રતિબિંબ ના પડે સ્પષ્ટ અને વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન ન થાય તો શું કરવાનું ડોક્ટર પાસે જવાનું મોટેનું ઓપરેશન કરાવવાનું અથવા આંખમાં જે કઈ ખામી હોય નંબર બદલાય હોય કે જે કઈ હોય એમાં સુધારો કરીએ પછી આ સ્પષ્ટ જણાય કે નહીં એનો અર્થ શું થયો ચક્ષુ ઇન્દ્રિયનું અધિકારિત્વ નહોતું કે વસ્તુ જાણી શકે તો એનું અધિકારિત્વ પ્રાપ્ત કરવાનું એની જે કઈ ખામી હતી એને દૂર કરીએ અને એ દૂર કરીએ તો ચક્ષુ ઇન્દ્રિય પદાર્થનું સ્પષ્ટ જ્ઞાન કરાવી શકે છે બસ એવી જ રીતે આપણે જો ક્ષમ દમ ઉપલમ તિતિક્ષા શ્રદ્ધા સમાધ વગેરે સટ
11:49 સંપત્તિ વિવેક વૈરાગ્ય મમુક્ષુત્વમ એ સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કરી લઈશું તો આપણે એલિજીબલ થઈ જઈશું અને એ એલિજીબલ થવાથી આપણે જ્યાં એડમિશન લેવું છે ને ત્યાં એડમિશન મળી શકશે આ બધી જે એક્ઝામ કહીને નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ ને આ બધી જે એક્ઝામ થતી હોય છે એનાથી એમાં એડમિશન મળે તો આપણું અહીંયા આ એન્ટ્રન્સ ટેસ્ટનું નામ શું છે આપણે શું પ્રાપ્ત કરવાનું કઈ એક્ઝામ ક્લિયર કરવાની છે scસીએસ એસએસસી નહી એસીએસ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ
12:37 બસ ત્રણ જ અક્ષર છે એસીએસ હવે આ આપણું ક્વોલિફિકેશન આપણે પ્રાપ્ત કરીએ એલિજીબિલિટી પ્રાપ્ત કરીએ તો કેટલો સમય લાગે આ અધિકારિત્વ પ્રાપ્ત કરવામાં કેટલો સમય લાગે ધારો કે પેલીએડઈટી નીટની એક્ઝામ હોય કેજેડઈ ની એક્ઝામ હોય એ ક્લિયર કરવામાં કેટલો સમય લાગે મિનિમમ પહેલા ધોરણમાં છોકરો પ્રવેશ લે એક થી 10 ધોરણ તો ભણવું જ પડે પછી 11 12 ભણવું પડે પછી આ એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકે અર્લીએસ્ટ તો એ જ આપી શકાય તો
13:23 કેટલા વર્ષ થયા અને આગળનું પેલું હવે તો બધું નવું ચાલુ થયું છે ને શું હોય એ બધું પ્રી પ્રાયમરી નર્સરી સીનિયર કેજી જુનિયર કેજી બધું કઈક કઈક હોય છે બે ત્રણ વર્ષ એમાં જાય એટલે 12 ને ત્રણ કેટલા થયા 15 વર્ષે તો આપણે આ પરીક્ષા આપવાના અધિકારી થઈએ પાસ થઈએ પછી એડમિશન ના અધિકારી થવાય પ્રવેશ મળે ત્યારે આ પરીક્ષા આપવા માટે જ આપણો તો આટલો સમય જતો રહે છે. અને 15 વર્ષ એ અને બીજા ત્રણ ચાર વર્ષ કોલેજના ભણીએ ત્યારે શું થવાય કઈ ડિગ્રી મળે આપણને ધારો કે સાયન્સમાં ગયા તોબીએસસી થયા એમબીબીએસ બનીએ તો ડોક્ટર થવાય એન્જિનિયરિંગમાં જઈએ તો એન્જિનિયર થવાય તો
14:10 15 અને બીજા ત્રણ ચાર વર્ષ આ 18 20 વર્ષ આપણે આ કરીએ ત્યારે આપણા નામની આગળ શું લાગે ડોક્ટર લાગે એન્જિનિયર લાગે કે બીએસસી થયા બીકોમ થયા આબીએ થાય જે કઈ આપણે ડિગ્રી લીધી એ બે કે ત્રણ અક્ષર આપણે આપણા નામની આગળ લગાડવા હોય તો કેટલા વર્ષ લાગે છે ઓછામાં ઓછા 20 વર્ષ ગણી લઈએ તો આ અધિકારિત્વ પ્રાપ્ત કરવા આટલો સમય લાગતો હોય તો એસસીએસ ની પ્રાપ્તિમાં કેટલો સમય લાગે હવે સમજી લેવાનું કે કેટલો સમય લાગે જરૂરી નથી કે જન્મો જ લાગે
14:57 જો આપણી તત્પરતા હોય ને તો બહુ જ ઓછા સમયમાં પ્રાપ્ત થઈ જાય આપણી તત્પરતા પર આધાર છે ધારો કે સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું પોતાના જ અનુભવોનો વિચાર કરે લોકોના અનુભવનો વિચાર કરે અને શાસ્ત્રની સમજ જે પ્રાપ્ત કરે છે એના પર વિચાર કરે તો સંસારનું સ્વરૂપ સમજાય કે નહી અનિત્યમ અસુખમ એ તો સમજાઈ જ જાય અને જો એ સમજાઈ ગયું કે અનિત્યમ ને અસુખમ તો જે અનિત્ય અને અસુખરૂપ છે એવા જગતમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય કે નહી એ વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો વૈરાગ્ય પ્રાપ્ત થયો કેવી તો કે વિવેક તો પહેલા આવે જ કે ભાઈ આ અનિત્ય છે તો નિત્ય મારે શોધવું છે તો અનિત્ય પ્રત્યે વૈરાગ્ય આવી ગયો હવે
15:42 વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો તો હવે શું જોઈએ છીએ આપણે નિત્ય નિત્ય વસ્તુની પ્રાપ્તિ કરવી છે તો નિત્ય વસ્તુની પ્રાપ્તિ એને તો મોક્ષ કહેવાય મુમુક્ષા કહેવાય તે મુમુક્ષાની પ્રાપ્તિ થઈ જાય હવે મુમુક્ષાની પ્રાપ્તિ થઈ ગઈ એના માટે પ્રયત્ન કરતા હોય તો શ્રમ દમ ઉપલમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન આ સાધન આવે કે નહીં ધારો કે તમે જ અત્યારે ઘરેથી એટલો તો નિશ્ચય કરીને આવ્યા ને કે ના સત્સંગ તો કરવો જ છે કેમ તો કે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે શાસ્ત્રનું શ્રવણ કરી અને આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આવી આવા શિયાળાની સવારે ઠંડી સહન કરી વહેલા ઉઠી તૈયાર થઈ ને અહી આશ્રમ સુધી આવવામાં તિતિક્ષા કરી કે નહી થોડી ઘણી નહી તો અત્યારે આવી ઠંડીમાં ગોદ ઓઢીને સુઈ
16:29 જવાનું ના ગમે એ છોડીને આવીએ છીએ તો આ બધી સાધન સંપત્તિ જો યોગ્ય વિચારણા કરે ને તો આવી જ જાય જરૂરી નથી કે વર્ષો અને જન્મો લાગે જ પણ આપણી તત્પરતા ના હોય ને તો અનેક વર્ષો કે જન્મો લાગી શકે તેમ છે નહી તો ક્ષણ માત્રમાં આ વિચાર કરે ને તો કંઈ બહુ લાંબો સમય લાગે એવું જરૂરી નથી એક કલાકની વિચારણામાં પણ માણસને આ સાધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે એક દિવસેય લાગે એક વર્ષે લાગે એક જન્મય લાગે અને જન્મો પણ લાગી શકે જે ક્ષણે તત્પરતા જાગે જે ક્ષણે વિચારોની
17:14 પરિપક્વતા આવે ત્યારે આ સાધન સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે અને આ આપણે જોયું ને કોલેજની એક્ઝામજe ને નીટ ને આ બધી એક્ઝામ કોઈ એક જ પ્રયત્નમાં ક્લિયર કરી નાખે અને ઘણા લોકોને બે ચાર વાર પ્રયત્ન કરે તો અહીંયા પણ આપણે એ સમજવાનું છે કે આપણે કેવી રીતે જલ્દીથી આ એસસીએસ ની પ્રાપ્તિ થઈ જાય સાધન ચતુષ્ટય સંપત્તિ એનાથી થશે શું ધારો કેજેડબલઈ ની એક્ઝામ ક્લિયર કરી એટલે ક્યાં એડમિશન મળશે આઈઆઈટી માં જવું એન્જિનિયરિંગમાં જવું હોય તો ત્યાં એડમિશન મળી જશે નીટની એક્ઝામ ક્લિયર કરી તો મેડિસિનમાં જવાશે આ એસસીએસ જો ક્લિયર કરી લઈએ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી લઈએ
18:01 તો એડમિશન ક્યાં મળશે પીટીમાં એડમિશન મળી જશે પીટી એટલે શું? પ્રસ્થાનતય જો આ આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણા શાસ્ત્ર અને આચાર્યોએ એક મિનિમમ કોર્સ નક્કી કરેલો છે કે પ્રસ્થાનતરીનું અધ્યયન થવું જોઈએ પ્રસ્થાનતરીમાં કયા ત્રણ પ્રસ્થાન આવે છે શુતિ સ્મૃતિ અને ન્યાય પ્રસ્થાન શૃતિ અર્થાત કે ઉપનિષદો સ્મૃતિ અર્થાત કે ભગવદગીતા અને ન્યાય પ્રસ્થાન અર્થાત કે બ્રહ્મસૂત્ર આ ત્રણનું સાંકલભાસ્ય સહિત જો અધ્યયન
18:49 કરવામાં આવે ને ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય છે. માત્ર ઉપર છેલ્લું કે આ પુસ્તક વાંચી લીધું ને આ વાંચી લીધું ને યુટ્યુબ પર આ આવે છે એ સાંભળી લીધું ને એનાથી કંઈ આ સમજ જે પ્રાપ્ત થવી જોઈએ ને જે વિઝન આવવું જોઈએ ને એ ના આવે ધારો કે કોઈને CA થવું છે ચાર્ટરડ એકાઉન્ટન્ટ થવું છે તો એણે એનો જે અભ્યાસ કરવાનો હોય એ અભ્યાસ ક્રમબદ્ધ રીતે કરવો પડે જે કે ત્રણ વર્ષ ચાર વર્ષનો જે કઈ એનો સિલેબસ હોય એ ક્રમબદ્ધ રૂપે સેમેસ્ટર આઠ સેમેસ્ટરમાં અભ્યાસ પૂરો થતો હોય તો પહેલા સેમેસ્ટરના પહેલા સબ્જેક્ટના પહેલા ટોપિકથી લઈ અને છેલ્લા સેમેસ્ટર સુધીનું બધું જ સારી રીતે અધ્યયન કરે તો જ એને એક
19:38 એકાઉન્ટન્ટ જેટલું વિઝન આવે એવી સમજ પ્રાપ્ત થાય બીજો કોઈ ફેર નથી પડતો આ બધું અધ્યયન કરે એનાથી થાય શું એન્જિનિયરિંગમાં એડમિશન લીધું ચાર વર્ષ ભણે અનેચ ચાર વર્ષ ભણીને એન્જિનિયર થઈ જાય એટલે શું થાય શું માથે સીંગડા આવી જાય વજન વધી જાય બે ચાર કિલો કદાચ ભણવામાં બહુ ધ્યાન આપે ને ખાવા પીવાનું ધ્યાન ના આવે વજન ઘટી જાય એવું બને અથવા એક્સરસાઈઝ ના કરે અને વધી જાય એ બની શકે પણ આ ભણવાને લીધે જે જ્ઞાન સમજ પ્રાપ્ત કરી એને લીધે કઈ વજન ના વધે શીંગડા ના ઉગે કે પૂછળી ના આવે કોઈ ફેરફાર નથી થતો થાય છે શું એક દ્રષ્ટિ બદલાઈ જાય છે એક વિઝન આવી જાય
20:24 આપણે સામાન્ય રીતે એક લેમેન તરીકે આપણે આ ઉપર જોઈએ શું દેખાય છે પંખો પંખાને આપણે જાણીએ છીએ તો કે હા જાણીએ છીએ કેવી રીતે જાણીએ છીએ તો કે ઉપર એક સળિયો છે વચ્ચે એક ગોળ એનો ભાગ છે અને પાંખીયા છે અને જ્યારે સ્વીચ ઓન કરીએ એટલે પંખો ફરે છે અને આપણને હવા આવે છે આટલું જ જાણીએ ને આના સિવાય આપણે કંઈ જાણીએ છીએ એના વિશે તો તો કે ના પણ જે વ્યક્તિ આ ચાર વર્ષ એન્જિનિયરિંગ ભણી લીધું એન્જિનિયર થઈ ગયો હવે એ આ પંખાને કેવી રીતે જાણે છે? અંદર વાઈન્ડિંગ છે આર્મેચર છે સ્ટેટર છે રોટર છે એમાં કેવી રીતે ઇલેક્ટ્રિક કરંટ
21:11 પસાર થાય છે એમાં શું પ્રક્રિયા થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે અને જે રોટર ફરે છે એ આખી પ્રક્રિયા એ જુવે છે કે નહીં હા સ્થૂળચ ચક્ષુથી ના જોઈ શકાય પણ એની સમજ શક્તિથી એ જુએ છે તો આ જોવાની જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ એને આ એન્જિનિયરિંગ ભણવાથી પ્રાપ્ત થ એટલે એન્જિનિયર થય એટલે શું થયું એનું વિઝન બદલાઈ ગયું જે વસ્તુને આપણે જોઈએ છીએ ને એ જ વસ્તુને એ જુએ છે પણ જુદી દ્રષ્ટિથી જુએ છે આપણે કોઈકનું શરીર જોઈએ કે ગરમ છે તો આપણને એટલું જ ખબર પડે કે શરીર ગરમ છે અને તાવ છે એજ એ જ વસ્તુ ચાર પાંચ વર્ષ મેડિકલનો અભ્યાસ કરી ડોક્ટર થઈને આવે અને પછી એ
21:57 વ્યક્તિ જુએ તો એ જ શરીરને જુવે છે આની છે ચક્ષુદ્ એવી જ રીતે જુએ છે પણ એમાં એ પોતાની સમજ શક્તિ ઉમેરે છે એ પોતાની જે વિવેક બુદ્ધિ છે જે કઈ સમજ પ્રાપ્ત કરી છે સમજની દ્રષ્ટિથી જુએ છે કે આ શરીર ગરમ છે તો એમાં તાવ છે તાવ કેમ છે તો કઈક ઇન્ફેક્શન છે શેને લીધે ઇન્ફેક્શન થયું છે ઇન્ફેક્શન થાય એટલે ટેમ્પરેચર કેમ વધે અને એને દૂર કેવી રીતે કરી શકાય કઈ દવા આપીશું એ દવા અંદર જઈને શું કામ કરશે અને શરીરનું તાપમાન સામાન્ય કરશે આ બધું એ જુએ છે બસ એવી જ રીતે જો આપણે એસસીએસ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી અને આ
22:42 પ્રસ્થાનતરીનું અધ્યયન કરીશું તો શું થશે આપણામાં પણ આ એક દ્રષ્ટિ પ્રાપ્ત થશે જગતને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થશે જ્યાં સુધી વિદેહ મુક્તિ ના થાય ને ત્યાં સુધી જીવન મુક્તની દ્રષ્ટિ જે હોય છે ને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થશે આ જ જગતમાં ખાવા પીવા વગેરે વ્યવહાર કરીએ છીએ એ કરશે એ થશે જ પણ જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે એ જે વિઝન પ્રાપ્ત થાય છે એના માટે આ પ્રસ્થાનતરીનું પરંપરાગત પદ્ધતિથી ક્રમબદ્ધ રીતે અધ્યયન થવું અનિવાર્ય છે અને એ થાય તો એ વિઝન પ્રાપ્ત થાય પણ એ ક્યારે કરી શકાય એમાં શરુતિ સ્મૃતિ અને
23:28 ન્યાય પ્રસ્થાન એનું પરંપરાગત રીતે જો અધ્યયન કરવું હોય અને એના અધ્યયનથી જે ફળ મળે શું ફળ મળે મેડિકલમાં એડમિશન લઈ લીધું એટલે ફળ મળશે શું થશે શું થઈ શકશે ડોક્ટર થઈ જશે તો અહીંયા આ પીટીમાં એડમિશન લઈ લીધું એટલે શું થઈ જઈશું આપણેજીએમ જીએમ એટલે જીવન મુક્ત થઈ શકાશે અને જીવન મુક્તને જે આનંદ પ્રાપ્ત થાય છે અને જે સુખની પ્રાપ્તિ થાય છે એ આપણે પ્રાપ્ત કરી શકીશું એટલેએસસીએટપીtીટજેએમ એટલે અહિયા આપણે આ સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ માટે વિશેષ પ્રયત્નની આવશ્યકતા
24:15 છે એટલે આપણે પહેલેથી જ વિચારણા કરી હતી કે આપણે આ સાધન ચતુષ્ટયની ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા જોઈશું અને એ વિચારણા આપણે સારી રીતે પૂર્ણ કરી છે અને એવી સાધન ચતુષ્ટય સંપત્તિ આપણને જો પ્રાપ્ત થઈ જાય તો આપણે હવે પ્રસ્થાનતરીયનું જે શાસ્ત્ર સમજ પ્રદાન કરે છે ને એ સમજવાના અધિકારી થઈ શકીશું હવે પછી જે ગ્રંથમાં વર્ણન કરવામાં આવશે જેનું નિરૂપણ કરવામાં આવશે એ આ જેટલા પ્રમાણમાં સાધન ચતુષ્ઠ સંપત્તિ હશે ને એટલા પ્રમાણમાં સરળતાથી સમજાઈ જશે એટલે હવે જાતે જ વિચાર કરવા મે ગઈ કાલે કહ્યું હતું કે એક ચેકલિસ્ટ બનાવી દેવાનું અને સાધન ચતુષ્ટય સંપત્તિનું બધું વિવેક વૈરાગ્ય શ્રમ દમ ખાના પાડી દેવાના અને આપણી જાતે જ એસેસ કરવાનું કે આપણામાં આ
25:02 બધી વસ્તુ છે એ રોજ વધતી જાય છે કે ઘટતી જાય છે કંઈક એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે કે નહીં એ માર્ગે આગળ વધાય છે કે નહીં એ આપણે જોતા રહેવાનું અને આ સાધન ચતુષ્ટયની સંપત્તિ પ્રાપ્ત કર્યા સિવાય અન્ય કોઈ શોર્ટકટ નથી એટલું યાદ રાખી લેવાનું કોઈ શોર્ટકટ નથી કોઈ લેડીઝ કોટા કે વિકલાંગ કોટા કે બીજો કોઈ એસસી એસટી ઓબીસીનો કોઈ કોટા પણ આમાં નથી ચાલે એમ આમાં કોઈ રિઝર્વેશન નથી એટલે જે કઈ છે આપણે પ્રયત્ન કરી અને આ પ્રાપ્ત કરવું જ પડે અને એ આપણે જો પ્રાપ્ત કરી લઈએ તો આપણે પ્રસ્થાંતરીનું અધ્યયન કરી અને જીવન મુક્તિ પર્યંતનું સુખ આપણે પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ એટલે અહીંયા જે સાધન એ તત સાધન ચતુષ્ટય સંપત્તિ
25:52 આ સાધન ચતુષ્ટય સંપત્તિ છે અને એ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો જો આ સિવાયનું બીજું કઈ ધ્યેય હોય આપણે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ સિવાયનું કોઈ ધ્યેય હોય તો સાધન ચતુષ્ટય સંપત્તિની આવશ્યકતા ખરી તો કે ના આ જગતના અન્ય કોઈ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હશે ને તો સાધન ચતુષ્ટયની અપેક્ષા નથી ધારો કે ફિઝિક્સનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે મેથેમેટિક્સનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો સાધન ચતુષ્ટય સંપન્ન હોવો જરૂરી કે નહીં ના એમાં કોઈ ડિસીિપ્લિનની આવશ્યકતા નથી મેથેમેટિક્સના પ્રોફેસર હોય અને સ્ટુડન્ટ
26:39 હોય એ ક્લાસમાં સાહેબ ભણાવતા પણ હોય વિદ્યાર્થી ભણતો હોય અને પિરયડ પૂરો થાય પછી બંને જણા સાથે કેન્ટીન માં જાય ને બંને બેઠા ત્યાં પાન મસાલાએ ખાયને સિગરેટ પણ પીએ તોય એને ફિઝિક્સનું અને મેથેમેટિક્સનું જ્ઞાન થઈ શકે ત્યાં કોઈ એવું રિસ્ટ્રીકશન નથી કે ભાઈ આવું ઇનડિસીપ્લિન જીવન જીવે છે તો ગણિતનું જ્ઞાન નહીં થાય એવું ત્યાં નથી પણ અધ્યાત્મ ક્ષેત્રમાં જો આ સાધન ચતુષ્ટય સંપત્તિ નહીં હોય તો શાસ્ત્ર જે જ્ઞાન પ્રદાન કરે છે ને એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી ઇન્દ્રિયોના વિષયોમાં પણ એવું જ છે ગોળ લીધો આપણે આપણે ગોળ ચાખીએ તો કેવો લાગે એમાં સાધન ચતુષ્ટય સંપન્ન હોવું જરૂરી છે કે ના સાધન ચતુષ્ટય સંપત્તિ હશે તો જ એને
27:26 ઘડીયો લાગશે બાકીનાને નહીં લાગે તો કે ના ઇન્દ્રિયોના વિષયમાં સાધન ચતુષ્ટય સંપત્તિની આવશ્યકતા નથી ના બહુ બહોત ઇન્દ્રિયો સ્વસ્થ હોવી જોઈએ એટલું બરાબર છે ધારો કે તાવ આવ્યો હોય અને જીભ કડવી થઈ ગઈ હોય અને સ્વાદ ના આવે એ જુદી વસ્તુ છે ઇન્દ્રિયો સ્વસ્થ હોવી જોઈએ બસ શરદી થઈ હોય અને કોઈ અગરબત્તી પ્રગટાવી હોય તો આ કઈ અગરબત્તી છે એ સુગંધ ના આવે એ બની શકે છે. એટલે ઇન્દ્રિયોની સ્વસ્થતા હોય એટલું પર્યાપ્ત છે સાધન ચતુષ્ટય સંપત્તિની આવશ્યકતા નથી જગતના બીજા વિષયોમાં પણ એવું જ છે જે બુદ્ધિનો વિષય હોય એમાં એને બુદ્ધિપૂર્વક સમજી શકાય મનનો વિષય હોય એમાં એમાં મનથી સમજી શકાય મનોરંજનનો વિષય
28:14 હોય ટીવી જોતા હોઈએ અને ટીવીમાં કોઈ મનોરંજન સિરીયલ જોતા હોઈએ તો એનું મનોરંજન મળે કે નહીં એમાં કોઈ વિશેષ અધિકારની અપેક્ષા નથી ટીવી સિરીયલ જોતા હોઈએ ક્રિકેટ મેચમાં રસ હોય અને એ જોતા હોઈએ તો એમાં આનંદ મળે જોઈ શકાય એમાં કોઈ વિશેષ અધિકારની અપેક્ષા નથી પણ ધારો કે ટીવી જોતા જોતા એમ વિચાર આવે કે આ થઈ રહ્યું છે ક્યાંક બીજે હમણાં પેલી ક્રિકેટ મેચ ચાલતી હતી ને ઇન્ડિયા ન્યુઝીલેન્ડની સેકન્ડ ટી20 માં સૂર્યકુમાર યાદવે કેટલા રન કર્યા 51 બોલમાં 111 હવે ધારો કે જોતા હોઈએ ખૂબ મજા આવી ખૂબ આનંદ આવ્યો એ આનંદ બધાને મળી શકે
29:02 પણ કોઈ ધારો કે એવું વિચાર કરે કે ત્યાં રમાઈ રહી છે અને એ જ ક્ષણે આપણે અહીંયા જોઈએ છીએ તો એ ત્યાંથી એનું પ્રસારણ કેવી રીતે થાય છે અહીંયા આપણા ટીવીમાં કેવી રીતે આવે છે અને આપણને અહિયા દ્રશ્ય કેવી રીતે જણાય છે એ સમજવું હોય તો થોડીક બુદ્ધિની પરિપક્વતાની આવશ્યકતા છે થોડુંક વિજ્ઞાનનું જ્ઞાન હોવાની આવશ્યકતા છે પણ જે સીધે સીધું જણાઈ રહ્યું છે એ દ્રશ્ય તો બધા જ જોઈ શકે તો એમાં અચક્ષુ ઇન્દ્રિયની સ્વસ્થતા હોવી અનિવાર્ય છે બસ એવી જ રીતે કેવી રીતે થઈ રહ્યું છે એ જ તો બુદ્ધિની થોડીક પરિપક્વતાની આવશ્યકતા છે બુદ્ધિની થોડીક લાયકાતની આવશ્યકતા છે પણ સાધન ચતુષ્ટય
29:47 સંપત્તિની ત્યાં આવશ્યકતા નથી એટલે જગતના અન્ય વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આની આવશ્યકતા નથી પણ જ્યારે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ત્યારે આ સાધન ચતુષ્ટય સંપત્તિ અનિવાર્ય છે અને એ જણાવવા માટે અહીંયા જે ગદ્યમાં કહ્યું ને તતઃ તત્વ વિવેકસ્ય અધિકારીણ ભવંતીિ તત એટલે તતપશ્ચાત તતપશ્ચાત ક એટલે આના પછી એટલે શું એ તો તમારે કરવું જ પડે એના પછી જ આ થઈ શકે એમ છે એટલે અહિંયા તતઃ શબ્દ છે એટલે મેં કહ્યું તું કઈક આ બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ છે આપણા શાસ્ત્રનું આ નહીં હોય તો તત્વ વિવેકના અધિકારી થઈ
30:34 શકાશે જ નહીં તતઃ તતપશ્ચાત તત્વ વિવેકસ્ય અધિકારીનઃ ભવંતીિ અને જે રીતે સંગીતનું આ દ્રષ્ટાંત જોયું સંગીતનું સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શ્રવણેન્દ્રિય છે એટલે સાંભળી શકાય પણ કયો રાગ છે એ હોય તો થોડીક વિશેષ આવશ્યકતા છે વિશેષ અધિકાર જોઈએ પણ ત્યાંય સાધન ચતુષ્ટય સંપત્તિની જરૂર નથી કારણ કે આ બધા જગતના શાસ્ત્રની ભાષામાં કહીએ ને તો દ્રશ્ય વિષયક જ્ઞાન છે દ્રશ્ય વિષયક જ્ઞાન હશે ને ત્યાં સાધન ચતુષ્ટય સંપત્તિની આવશ્યકતા નથી પણ જ્યારે દ્રષ્ટા વિષયક જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે આપણા પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ત્યારે આ સાધન ચતુષ્ટય
31:20 સંપત્તિની આવશ્યકતા છે અને એ હશે તો તત્વવિવેકના અધિકારી થઈ શકાશે તત્વવિવેક કરી શકાશે અને તત્વવિવેકથી આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય તો જીવન મુક્તિનો આનંદ મળે જે પ્રારંભમાં આપણે જોઈ ગયા હતા કે પ્રત્યેક વ્યક્તિનું લક્ષ્ય શું છે તો કે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ જેમાં કોઈ પ્રકારનું દુઃખ નથી ક્યારેય દુઃખ ન આવે અને જે સુખપાપ પ્રાપ્ત થાય એ નિત્ય ટકે એવું દુઃખ રહિત નિત્ય સુખની જે અપેક્ષા છે એ આ જીવન મુક્તને જ એવું સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે અને એ પ્રાપ્ત કરવા માટે આ સાધન ચતુષ્ઠ સંપત્તિની અનિવાર્યતા છે આમાં જ સૂક્ષ્મ
32:06 બુદ્ધિ અને શુદ્ધ મનની અનિવાર્યતા છે બંને શબ્દો આપણે શાસ્ત્રોમાં સાંભળ્યા છે ઘણી વાર કે મન શુદ્ધ હોવું જોઈએ અને બુદ્ધિ સૂક્ષ્મ હોવી જોઈએ આ અંતઃકરણની લાયકાત છે આ જે છે એ પ્રાપ્ત કરવા જે શાસ્ત્રનું પેલું કઠોપનિષદનો આપણે શ્લોક ખૂબ પ્રચલિત છે અને જાણીએ છીએ દ્રશ્યતેવગયા બુદ્ધિયા સૂક્ષ્મયા સૂક્ષ્મ દર્શિભ એટલે બુદ્ધિ સૂક્ષ્મ પણ જોઈએ કે જેથી દ્રષ્ટા વિષયક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને સમજી શકાય એ માટે સૂક્ષ્મ બુદ્ધિ અને મનની શુદ્ધિ પણ અનિવાર્ય જો મનમાં રાગ દ્વેષ હશે તો મન જગતના વિષયોને જ મહત્વ આપશે અને એ આત્મસ્વરૂપના જ્ઞાનમાં સ્થિત થઈ શકશે નહીં નહી એટલે શુદ્ધ મન હોવું જોઈએ એ વાત
32:53 પણ ઉપનિષદોમાં જણાવવામાં આવી છે મનસા એવ ઇદમ આપ્તવ્યમ શુદ્ધ મનથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે અને સૂક્ષ્મ બુદ્ધિથી એને જાણી શકાય એમ છે એટલે શુદ્ધ મન કહીએ કે સૂક્ષ્મ બુદ્ધિ કહીએ એની પ્રાપ્તિ થઈ શકે છે આપણે માત્ર આપણી રીતે વિચારણા કરીએ છીએ એવું નથી આજે અત્યાર સુધીની વિચારણા જોઈ ખૂબ વિસ્તારપૂર્વક જોઈ શાસ્ત્ર પણ આ જ વાત જણાવે છે ઉપનિષદમાં તો કહ્યું શંકરાચાર્યજી પણ પોતાના ના ભગવદગીતાનું જે ઉપોદગાત ભાષ્ય લખેલું છે ને એમાં આ વાતને ખૂબ સ્પષ્ટતાથી જણાવે છે અને એ થોડુંક જોઈ લઈએ એટલે આપણે જે વિચારણા કરી ગયા છીએ શાસ્ત્ર સંમત છે આપણા કિસ્સાનું નવું આમાં કંઈ જ નથી અને જ્યારે પરંપરાગત અધ્યયન થતું હોય એમાં આપણું મૌલિક કંઈ હોય જ નહીં
33:40 જગત વિષયક જ્ઞાન હોય ને એમાં મૌલિક જ્ઞાનની બહુ કિંમત એનું મહત્વ અને જ્યારે અધ્યાત્મ ક્ષેત્રની વાત હોય ત્યારે મૌલિક જ્ઞાનનું કોઈ જ મહત્વ નથી જે છે પરંપરાગત જ્ઞાન જ છે આપણા કિસ્સાનું આમાં કઈ જ કોઈ જ નવો વિચાર નથી જે શાસ્ત્રએ કહ્યું છે એ જ આપણે સમજવાનું છે સાચા અર્થમાં ભગવદગીતાના ભાષ્યમાં સરસ ઉપદગત ભાષ્યમાં જ જણાવે છે કે શુદ્ધ સત્વસ્યચ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્તિ દ્વારેણ જ્ઞાનોત્પત્તિ હેતુત્વેનચ નિશ્રેયસ હેતુત્વમ અભિપ્રતિપદ્યતે છે સંસ્કૃત શબ્દો પણ અઘરા નથી એને ખાલી જુદા ગોઠવી અને અર્થ સમજીએ ને તો બહુ સ્પષ્ટ થઈ જાય જે આપણે વિચારણા કરી ગયા છે
34:27 એની જ પુષ્ટિ થાય છે શુદ્ધ સત્વસ્ય સત્વ એટલે શું અંતઃકરણ સત્વગુણમાંથી બનેલું છે એટલે અંતઃકરણને જ સત્વ કહેવામાં આવે છે એટલે અંતકરણ મન બુદ્ધિ બધું જ આવી ગયું તો અહિંયા શુદ્ધ સત્વ એટલે શુદ્ધ અંતઃકરણ કે શુદ્ધ મન હોય એવું શુદ્ધ મનનો જ નિશ્રેયસ હેતુત્વમ નિશ્રેયસ આત્યંતિક કલ્યાણ જે કલ્યાણ થયા પછી પુનઃ અકલ્યાણ ન થાય આ સંસારમાંથી ભગવાન કહને તેશામ અહમ સમુદ્ધરતા આ સંસારમાંથી હું મારા ભક્તોનો સમુદ્ધાર કરું સમ્યક ઉદ્ધાર કરું છું એટલે શું ઉદ્ધાર કરીને પાછા સંસારમાં આવવું
35:14 પડતું નથી નહી તો ઉદ્ધાર કહેવાય ઉદ્ધાર કરે એમાંથી મુક્ત કરે અને પાછા છોડી દે તો કોઈ નદીમાં કોઈને બચાવવા ગયું હોય નદીમાં ડૂબતો હોય માણસ તેમાંથી નદીના પાણીમાંથી બહાર કાઢે એટલે પેલા ખુશ થઈ ને પાછો ફેંકી દે તો પાછા હતા તેવાને તેવા ભગવાન કે ના સમુદધરતા સારી રીતે ઉદ્ધાર કરું છું એવું જ અહીયા આ આત્યંતિક કલ્યાણ છે એવું આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય કે ત્યારબાદ ક્યારેય દુઃખી થવાનું નથી પુનઃ સંસારમાં આવતા નથી એનો હેતુત્વમ એમાં કારણ પણ એ થવામાં કારણ શું તો કે શુદ્ધ મન જોઈએ નિશ્રેયસ હેતુતમ શુદ્ધ સત્વસ્યચ શુદ્ધ મન હોય એ જ આમાં કારણ છે શુદ્ધ મન
36:01 હશે એને જ આત્યંતિક કલ્યાણ કે નિશ્રેયસની પ્રાપ્તિ થઈ શકશે પણ કેવી રીતે તો અહિંયા જણાવે છે જ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્તિ દ્વારે આત્મસ્વરૂપના જ્ઞાનમાં આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવી છે એટલે જ્ઞાનનિષ્ઠા યોગ્યતા એના માટે આપણે યોગ્યતા યોગ્ય થઈ શકીએ એના માટે અધિકારી થઈ શકીએ એ યોગ્યતા પ્રાપ્ત કરાવીને જ્ઞાનનિષ્ઠા યોગ્યતા પ્રાપ્તિ દ્વાર આપણને જ્ઞાનિષ્ઠા માટે યોગ્ય બનાવે છે કોણ તો કે શુદ્ધ મન શુદ્ધ મન હશે તો આપણે જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરવાના યોગ્ય એના માટે યોગ્ય થઈ શકીશું એ આપણને પ્રાપ્ત કરાવી શકે એમ છે અને જે જ્ઞાનત્પત્તિ હેતુત્વેન ચ વચ્ચે લઈ લેવાનું આ શુદ્ધ મન આપણને કેવી કેવી રીતે નિશ્રયસમાં હેતુ બને
36:48 છે નિશ્રયસ એટલે આત્મજ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ તો આ જે શુદ્ધ મન છે એ જ્ઞાનોત્પત્તિ હેતુત્વેનચ ચ એટલે અને બે વસ્તુ જણાવી જ્ઞાનની ઉત્પત્તિમાં હેતુ છે આત્મજ્ઞાન ક્યારે આપણને પ્રાપ્ત થઈ શકે શુદ્ધ મન હશે તો જ આ જ્ઞાનની પ્રાપ્તિ સંભવે છે શુદ્ધ મન નહીં હોય આ શુદ્ધ મન એનો સમાનાર્થી શબ્દ છે એસસીએસ સાધન ચતુષ્ટય સંપત્તિ એ જ શુદ્ધ મન છે મનની શુદ્ધિ એટલે જ સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ જે સાધન ચતુષ્ટય સંપન્ન છે એમાં મનની કોઈ અશુદ્ધિ સંભવતી જ નથી જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો સાધન ચતુષ્ટય
37:34 સંપત્તિનું જ જે એક સાધન છે વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો હોય એ જગતની કઈ વસ્તુમાં રાગ રાખશે કે કઈ વસ્તુ પ્રત્યે એને દ્વેષ હશે રાગ દ્વેષ સંભવ જ નથી મન શુદ્ધ થઈ જ જશે એટલે એટલે એવું શુદ્ધ થયેલું મન આ આત્મસ્વરૂપના જ્ઞાનની ઉત્પત્તિ કરાવે છે અને જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાન પ્રાપ્તિમાં એ જ્ઞાનમાં નિષ્ઠા પણ પ્રાપ્ત કરાવે છે એના માટે યોગ્ય બનાવે છે એટલે જ્ઞાનોત્પત્તિ હેતુત્વેન જ્ઞાનની ઉત્પત્તિમાં પણ હેતુ છે અને એ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્તિ કરાવી અને નિશ્રેયસમાં હેતુ બને છે અને જે હેતુ હોય હેતુ ના હોય તો એ વસ્તુ પ્રાપ્ત ન થાય એટલે આપણે આપણે શુદ્ધ મનની આવશ્યકતા છે અને શુદ્ધ મન એ જ સાધન ચતુષ્ટય સંપન્ન મન
38:21 છે અને આવું શુદ્ધ મન કેવી રીતે થાય થોડીક એવી ચાહણા કરવાની કે આ તો કહી દીધું તતઃ તત્વ વિવેકસ્ય અધિકારીણ ભવંતીિ એનાથી તત્વ વિવેકના અધિકારી થવાય છે એટલે એવું આપણે થવું છે એટલો આપણે નિશ્ચય કરી ગયા અત્યાર સુધીની વિસ્તારપૂર્વકની વિચારણાથી સ્પષ્ટ શું થયું આપણે કયા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે જો આત્મસ્વરૂપનું નું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો સાધન ચતુષ્ટય સંપત્તિ અનિવાર્ય છે. તો એના સાર રૂપે એ વિચારણાના સાર રૂપે અહીંયા શંકરાચાર્યજી જણાવે છે કે આપણે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી છે એ સંપત્તિ કેવી છે એ બધી આપણે વિચારણા જોઈ ગયા હવે આપણે રોજ આપણા જીવન વ્યવહારમાં આપણે આ સંપત્તિને વધારેને વધારે કેવી રીતે
39:06 પ્રાપ્ત કરી શકીએ આવું મન શુદ્ધ સત્વની શુદ્ધિ કેવી રીતે થઈ શકે તો આના પ્રિવિયસ વાક્ય છે ભાષ્યમાં આપણે અહિયા લઈએ છીએ ત્યાં શંકરાચાર્યજી સ્પષ્ટ જાણે છે કે આવું મન શુદ્ધ કોનું થાય જો એ જાણી લઈશું તો આપણે શું કરવાનું અહીંયાં જે માર્ગદર્શન આપેલું છે કે આવા વ્યક્તિનું આવી રીતે જે જીવન જીવે એનું મન શુદ્ધ થાય છે તો આપણે શું કરવાનું આપણે એવું જીવન જીવવાનું એમાં કોઈ વિશેષ જીવન નથી જીવવાનું જે જીવી જ રહ્યા છીએ એમાં માત્ર આપણી સમજ બદલવાની છે દ્રષ્ટિકોણ બદલવાનો છે જે કર્મો કરી રહ્યા છીએ એ જ કરવાના થોડીક સમજ બદલી કાઢવાની અને એ કઈ સમજ બદલવાની છે એ અહીંયા
39:52 સ્પષ્ટ જણાવે છે અને એ આપણે ભગવદગીતાના ઉપદાત ભાષ્યમાં જ છે હમણાં જે વાક્ય જોયું એનું આગલું વાક્ય છે અભ્યુ દયાથ અપી યહ પ્રવૃત્તિ લક્ષણો ધર્મો વર્ણાશમાનચ ઉદ્દેશ્ય વિહિતઃ સ દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુ અપીસન ઈશ્વરપણ બુદ્ધ્યા અનુષ્ઠીયમાન સત્વ શુદ્ધયે ભવતીિ ફલાભિસંધિ વર્જિતઃ ખૂબ સરસ આ પણ વાક્ય છે આમ તો ચાર વાર વાંચો ને તો યાદ રહી જાય એવું વાક્ય છે જો અર્થ સમજી લઈએ પછી એકવાર એનો અર્થ સમજી લઈએ ને તો બહુ સરળતાથી આ વાક્ય યાદ રહી જાય એવું છે અહીંયા સત્વ શુદ્ધએ ભવતીિ એટલું તો સમજાઈ ગયું શું કહ્યું એમાં
40:41 અંતઃકરણ શુદ્ધ થાય છે સત્વ શુદ્ધએ ભવતી અંતઃકરણની શુદ્ધિ માટે થાય તો અંતઃકરણ શુદ્ધિ માટે થાય છે આપણા કર્મો કેવી રીતે થાય છે અથવા આપણી એવી જીવન પદ્ધતિ કે જે આપણું અંતઃકરણ શુદ્ધ કરનારી થાય છે તો એ જીવન પદ્ધતિ કે વિચારણા કઈ છે એ ઉપર જણાવેલી છે તો અહિંયા કે છે પ્રવૃત્તિ લક્ષણો ધર્મો સત્વ શુદ્ધએ ભવતીિ બરાબર પ્રવૃત્તિ લક્ષણો ધર્મો સત્વ શુદ્ધએ ભવતીિ જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે ને એ અંતઃકરણની શુદ્ધિ માટે છે અને આપણે આપણને ખબર છે કે આપણો વેદોક્ત ધર્મ છે વૈદિક ધર્મ છે એ પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એટલે
41:29 કેવું છે દ્વિવિધોહી વેદોક્ત ધર્મ પ્રવૃત્તિ લક્ષણો નિવૃત્તિ લક્ષણ છે જે નિવૃત્ત સ્વરૂપ આત્મતત્વ છે ને એ આત્મતત્વની પ્રાપ્તિ માટે જે કરવામાં આવે ને એ નિવૃત્તિ લક્ષણ ધર્મ નિવૃત્તિ એટલે આપણે શાંત બેસી જવાનું કશું જ નહી કરવાનું એવું નથી જે અકરતા સ્વરૂપ એવા આત્મસ્વરૂપમાં સ્થિત થવા માટે જે કરવામાં આવે ને એ નિવૃત્તિ લક્ષણ ધર્મ છે અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અર્થાત પ્રવૃત્તિ કરી અને આ ચિત્ત શુદ્ધિનો પ્રયત્ન કરવાનો એટલે બ્રહ્મચર્ય અવસ્થામાં વેદોનું અધ્યયન કરે વેદોનું અધ્યયન કરી અને જો શુદ્ધ ચિત્ત થઈ ગયું વેદાધ્યયનથી અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ વેદાધ્યયનથી સંસારનું સ્વરૂપ
42:15 સમજાઈ ગયું એટલે આપો આપ ચિત્ત શુદ્ધિ થઈ જાય સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ જાય કે જગત તો અનિત્ય જ છે અને અસુખરૂપ જ છે અને જો એવું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ જગતનું સ્વરૂપ સમજાઈ ગયું જીવનનું લક્ષ્ય શું છે એ સમજાઈ ગયું તો હવે જગતમાં કોઈ આસક્તિ રહેશે નહી જગતની કોઈ કામના રહેશે નહીં તો જે નિત્ય સુખ સ્વરૂપ છે એવા આત્મસ્વરૂપની જ ઈચ્છા બચશે અને એને આત્મચ્છા વ્યવસિયતા જે સાધન પંચક સ્તોત્ર છે એમાં માં પહેલું જ સાધન છે વેદો નિત્યમ અધિયતા વેદોનું નિત્ય અધ્યયન કરો જો વેદોનું નિત્ય અધ્યયન કરવાથી આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ જગત નિસ્સા છે સમજાઈ ગયું તો હવે શું કરવાનું તો કે જે સાતભૂત તત્વ છે એ તત્વ
43:01 આત્મતત્વની પ્રાપ્તિની ઈચ્છા કરો એ આત્મસ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા કરો એટલે આત્મચ્છા વ્યવસીયતા આ પહેલું સાધન છે વેદો નિત્ય મધ્યયતામ અને સાતમું સાધન છે આત્મચ્છા વ્યવસીયતા સીધું સાતમાં સાધન પર કૂતકો મારી દેવાનો એટલે એટલે બ્રહ્મચર્યાશ્રમાદ પ્રવ્રજેત સન્યાસ ગ્રહણ કરી અને આત્મસ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો પણ જો વેદાધ્યયન કાળે પોતાના જે કર્તવ્ય કર્મો કરવાના હોય એમાં કોઈક કારણોસર આળસ કે પ્રમાદ થાય અને જગતનું સાચું સ્વરૂપ ન સમજાયું જગતમાં ક્યાંક ઈચ્છા કે કામના રહી ગઈ કે સુખ બુદ્ધિ રહી ગઈ તો પછી એના માટે બીજું સાધન જણાવે છે તદ ઉદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા
43:49 વેદોમાં કહેવાયેલા કર્મો ઈચ્છાપૂર્તિ માટે સારી રીતે અનુષ્ઠાન કરો અનુષ્ઠાન માત્ર શબ્દ નથી સારી રીતે અનુષ્ઠાન તો સારી રીતે કેવી રીતે કરવાનું ને એ આપણે સમજવાનું સારી રીતે કરીએ તો શું થશે ચિત્તશુદ્ધિ થશે એટલે બ્રહ્મચર્ય આશ્રમમાંથી વેદાધ્યયન કરીને સીધા સન્યાસમાં જો અધિકાર નથી તો એને પ્રવૃત્તિ માર્ગે જવાનું સીધા સીધાની વૃત્તિ માર્ગનો અધિકાર નથી તો પ્રવૃત્તિ માર્ગે પ્રયત્ન કરવાનો એ પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે વાનપ્રસ્થ આશ્રમ અને પછી સન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે તો એ વચ્ચેના જે સાધનો છે એ 2 3 4 5છ સાધન ત્યાં સુધી છે અને પાછું જવાનું તો સાતમાં સાધનમાં આમાં જ જવાનું છે આજ કરવાનું છે આના માટેની યોગ્યતા નથી તો યોગ્યતા કેળવવા માટે પ્રવૃત્તિ લક્ષણ
44:36 ધર્મ છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ યોગ્ય સમજપૂર્વક કરવામાં આવે તો સત્વશુદ્ધએ ભવત આજે અહિયા કહ્યું ને સત્વશુદ્ધએ ભવતીિ કયો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એટલે શું તો કે શાસ્ત્રમાં વર્ણાશ્રમાન ઉદ્દિશ્ય વિહિતઃ વર્ણ અને આશ્રમના કર્મોનું જે નિરૂપણ કરેલું છે એ નિરૂપણ દ્વારા જે વિહિત છે વર્ણ અને આશ્રમના કર્મો દ્વારા જે વિહિત છે જે કરવાનું કહેવાય કે આ વર્ણમાં છે તો આ કર્મો કરવાના આ આશ્રમમાં છે તો તો આ કલમો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ ચાર વર્ણ છે બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થ અને સન્યાસી આ ચાર આશ્રમ છે
45:22 એટલે વર્ણ અને આશ્રમ અને સાથે સાથે આપણી વ્યવહારિક જે કોઈ ઉપાધિ હોય તે એને અનુસરી અને શાસ્ત્રોમાં જે કહેવાયા છે વર્ણાશ્રમાન ઉદ્દેશ્ય વિહિતઃ યહ પ્રવૃત્તિ લક્ષણો ધર્મઃ સત્વશુદ્ધે ભવતીિ એ સત્વશુદ્ધિ કરનાર થાય છે આમ તો આ કર્મોથી થાય શું તો કે અભ્યુદયાથ આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે શેના માટે તો કે જે જે ઈચ્છા અને કામના રહી હતી જગતમાં સુખબુદ્ધિ હતી એની પૂર્તિના ઉપાય જણાવેલા છે એની પૂર્તિ માટેના કર્મો કરવાના છે કારણ કે કામના છે એ છૂટી શકે એમ નથી તો એની પૂર્તિનો ઉપાય શાસ્ત્રએ જણાવવો જ જોઈએ એ શાસ્ત્ર જણાવે છે એટલે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મથી ઈચ્છાની પૂર્તિ તો થશે જ અને જગતમાં સુખ મળે છે જગતમાં કંઈક પ્રાપ્ત
46:08 કરવું છે એને અભ્યુદય કહેવામાં આવે છે અભ્યુદય એટલે આ જગતના સુખો અને નિશ્ચયસ એટલે આત્યંતિક સુખ આત્મસ્વરૂપનું સુખ કે મોક્ષ પ્રયોજન તો અહીંયા અભ્યુદયાથહ અપી જે અભ્યુદય માટે જ છે પ્રવૃત્તિ લક્ષણ જે ધર્મો આપણે કરી રહ્યા છીએ આપણા કર્તવ્ય કર્મો કરી રહ્યા છીએ ઈચ્છાપૂર્તિના પ્રયત્નો કરીએ છીએ એનાથી ઈચ્છાની પૂર્તિ તો થશે જ એટલે અભ્યુદયાથહતો છે જ પણ એવો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે શાસ્ત્રોમાં વર્ણ આશ્રમ અને આપણી ઉપાધી અનુસાર જે કર્તવ્ય કર્મો કરવાના છે તે એક તો અભ્યુદયની પ્રાપ્તિ થશે અને બીજું જણાવે છે કે દેવાદિ સ્થાન પ્રાપ્તિ એમાં ધર્મ અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થ આવી ગયા એટલે ધર્મના ફળ રૂપે ઉર્ધ્વગતિ પણ થશે
46:57 ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થશે ઉર્ધ્વલોકની ક્યાં તો કે યક્ષ ગંધર્વ પિતૃલોક દેવલોક સ્વર્ગલોક પર્યંતની ગતિ થઈ શકે એટલે દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુ એ સ્થાનની પણ પ્રાપ્તિ થઈ શકે શેનાથી આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મથી અને એટલે મેં કહ્યું કે મોક્ષની જે તીવ્ર ઈચ્છા છે એ ઉર્ધ્વગતિ નથી ઉર્ધ્વગતિ માટે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે અને એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કરવાથી દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુહું અપીસન એ હોવા છતાં પણ આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મથી આ પ્રાપ્ત થઈ જશે આ જગતના સુખો પ્રાપ્ત થશે પરલોકના સ્વર્ગાદિ લોકના પણ સુખો પ્રાપ્ત થઈ શકશે ત્યાં સુધીની ગતિ થઈ શકશે અને એટલામાં જ સંતોષ છે તો વાંધો નથી પણ જો ચિત્ત શુદ્ધિની અપેક્ષા છે
47:45 કર્મો તો આ જ કરવાના છે પણ જગતમાં કોઈ સુખ બુદ્ધિ નથી અને ચિત્ત શુદ્ધિની જ અપેક્ષા છે તો શું કરવાનું તો કે અહીંયા જણાવે છે ઈશ્વરાપણ બુદ્ધિયા અનુષ્ઠીયમાન એ જ કર્મો કેવી રીતે કરવાના અત્યાર સુધી શેના માટે કરતા હતા મારે આ ફળ જોઈએ છે મારે જગતમાં આ સુખ જોઈએ છે ધન સત્તા સંપત્તિ કોઈપણ જગતની ઈચ્છા હોય એ મારે ે જોઈએ છે એટલે હું કર્મ કરું છું અને એ કર્મ કરીશું તો આપણા કર્તવ્ય કર્મો કરવાથી એ સુખ તો મળશે જ પણ આજ કર્મો જો ઈશ્વરપણ બુદ્ધિથી કરીશું ઈશ્વર પણ બુદ્ધ્યા અનુષ્ઠીયમાન સત્વશુદ્ધ એભવ
48:30 કર્મો એના એજ હવે એનો મોટિવ શું થઈ ગયો એનો હેતુ બદલાય હવે ઈશ્વર બુદ્ધિથી કરીશું ને તો ચિત્તની શુદ્ધિ કરનારા થશે અને ઈશ્વરાત્મ બુદ્ધિથી નહી કરીએ અને હું જ કર્મ કરું છું મારે જ આ ફળ જોઈએ છીએ એ સમજપૂર્વક કરીશું તો એ ફળ મળશે એ ફળ નહીં મળે એવું નથી એ ફળ મળશે પણ એના એ જ કર્મો જે જો ઈશ્વરપણ બુદ્ધિથી કરીશું તો સત્વ શુદ્ધયે ભવતીિ અને પાછળ શબ્દ લખેલો છે ફલાભિસંધિ વર્જિતઃ ફળનું અનુસંધાન કર્યા વગર આ બે શબ્દ છે સંસ્કૃત ભાષા છે એટલે આગળ પાછળ લખી શકાય મૂળ વિચારણા શું છે કે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જો ઈચ્છાપૂર્તિ માટે કરીશું તો આ
49:18 જગતમાં સુખ પ્રાપ્ત થશે જગતની વસ્તુઓની પ્રાપ્તિ થશે અભ્યુદયાથઃ દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુહું પણ જો ઈશ્વરદાપણ બુદ્ધિ અને ફલાભ સંધિ વર્જિત હશે તો એ અનુષ્ઠાન કરેલા આપણા કર્મો વર્ણા સમાન ઉદ્દેશ્ય વિહિત કર્મ સત્વ શુદ્ધએ ભવતીિ એ સત્વની શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિ કરનારા થઈ જાય છે એટલે આ જે બે શબ્દો છે ઈશ્વરપણ બુદ્ધિ અને ફલાભ સંધિ વર્જિતઃ એટલે આપણા પ્રત્યેક કર્તવ્ય કર્મો કે જે કઈ આપણે કરતા હોઈએ ને એ આ બે કન્ડિશનથી યુક્ત હોવા જોઈએ પેલું કેને બધું કઈ પછી નીચેટી એનસી એપ્લાઈડ ટર્મ્સ એન્ડ કન્ડિશનસ એપ્લાઈડ જો આ રીતે કરીશું
50:04 ને તો સત્વશુદ્ધિ કરાવનારા થશે નહી તો નહી થાય કર્મો એના એ જ સમજ બદલી કરવાની તો કઈ સમજ કેળવવાની અને આને જ કર્મયોગ કહેવામાં આવે છે ઈશ્વર અર્પણ બુદ્ધિ એટલે ઈશ્વરને અર્પણ કરી દેવાના ઈશ્વરને શું અર્પણ થાય કોઈને પણ કઈ આપવું હોય તો શું અપાય બારોબાર બીજાની વસ્તુ લઈને અપાય શું અપાય આપણું હોય તો અપાય બારોબાર કોઈકની વસ્તુ લઈ અને કેલો આ તને આપી દીધું કોઈના ઘરે ગયા હોય ને એના ઘરની વસ્તુ કોઈક ત્રીજા માણસને આપી દઈએ એ ના ચાલે આપણે પોતાની વસ્તુ હોય ને આપીએ તો અર્પણ કરી કહેવાય તો ઈશ્વરને અર્પણ કરવાનું ઈશ્વરને અર્પણ કરવા માટે આપણી પાસે છે શું
50:51 કોઈપણ વસ્તુ આપણે ભગવાનને નૈવેદ્ય તરીકે ધરાવીએ કે અર્પણ કરીએ તો ઈશ્વરે જ બનાવેલી વસ્તુ છે દૂધપાક બનાવીને ભગવાનને ધરાવો એ છે શું દૂધેય નથી આપણે બનાવ્યું ચોખાએ આપણા નથી મસાલોએ આપણું નથી કશું જ નથી ખાલી ઈશ્વરે બનાવેલું ભેગું જ કહ્યું છે એમાં આપણું શું તો કે મેં બનાવ્યું એવું કર્તૃત્વ છે ને એ ઈશ્વરને અર્પણ કરી દેવાનું મુખ્ય કર્તૃત્વ મારું નથી ઈશ્વરે મને સોંપેલું છે એટલે હું મારા કર્તવ્ય કર્મ કરું છું ઈશ્વરે મને કર્તવ્યની વહેંચણી કરી છે દરેકને કર્તવ્યની વહેંચણી ઈશ્વરે જ કરી છે ઈશ્વરે મને કર્તવ્ય સોંપલ અને હું કરું છું તો એ કર્તૃત્વ વાસ્તવમાં તો ઈશ્વરનું જ છે આપણું કર્તૃત્વ નથી એટલે હું કરું એ ભાવ જો અર્પણ થઈ ગયો કર્તૃ
51:37 વસ્તુત્વ જ આપણે આપણું માની લીધેલું છે એ અર્પણ કરીએ એને જ ઈશ્વરપણ બુદ્ધિ કહેવામાં આવે છે કોઈ વસ્તુ બનાવીને વસ્તુ અર્પણ કરવું એ ઈશ્વર અર્પણ નથી વસ્તુ અર્પણ થઈ જ ના શકે કારણ કે ઈશ્વરની જ છે આપણી છે જ નહીં આપણું હોય તો માત્ર કર્તૃત્વ છે આપણું તે કર્તૃત્વ અર્પણ કરવાનું અને કર્તૃત્વ અર્પણ થઈ ગયું કર્તૃત્વ જો ઈશ્વરનું સ્વીકારી લીધું તો ફળ કોનું જેનું કર્તૃત્વ હોય એનું જે કરે એને મળે જો ઈશ્વરનું કર્તૃત્વ તો ફળ કોનું ભલે આપણને મળે આપણી પાસે રહે પણ એના પર આપણો અધિકાર છોડી દેવો ને એ જ ફળનું સમર્પણ છે ફલાભ સંધિ વર્જિત ફળ આપણી પાસે છે પણ એ
52:24 મારું નથી એ ઈશ્વરનું છે ઈશ્વરે આપણને લાયકાત જોઈ અને આપેલું છે કે જેથી આપણા જીવન નિર્વહ કરતા વધારે હોય તો સમષ્ટિ કલ્યાણમાં એનો ઉપયોગ થાય કે ઈશ્વર સેવા માં એનો ઉપયોગ કરવો માત્ર મારા એકલાનું નથી ભલે મારી મહેનતથી મળેલું હોય ભલે આપણા પ્રારબ્ધથી આપણને મળેલું હોય પણ જીવન નિર્વાહ માટે જરૂરી હોય એટલો ચોક્કસ આપણે ઉપયોગ કરી શકીએ બાકીનું સમષ્ટિનું જ છે સમષ્ટિના ઉપયોગ માટે જ વપરાવવું જોઈએ ભલે આપણી પાસે રહ્યું તમે કોઈક વસ્તુ મને આપી જાવ અને અઠવાડિયા પછી લઈ જવાના હોય તો મારી પાસે છે પણ વસ્તુ કોની છે જે આપી ગયા એની છે ભલે મારી પાસે પડી એવી રીતે આપણને જે કઈ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થયું છે ને એ છે તો ઈશ્વરનું જ કે
53:11 સમષ્ટિનું જ છે અને સમષ્ટિને જ્યારે જેટલી જરૂર પડે એટલો એમાં ઉપયોગ થવો જોઈએ ઈશ્વર સેવામાં ઉપયોગ થવો જોઈએ માત્ર મારું છે એ ભાવ નથી એટલે ફળ પરનું જે મમત્વ છોડી દેવું એ કહેવાય છે કે ફળનું અનુસંધાન છોડી દેવું એના માટે શબ્દ વપરાયો છે ફલ અભિસંધિ ફળ તો પ્રાપ્ત થાય પછી આ મારું છે આ મારું છે મારું છે એ પ્રકારનો જે ભાવ છે ને એનું અભિસંધાન એ અભિસંધિ વર્જિત એટલે કર્મ કરીએ આપણે જે કઈ કર્તવ્ય કર્મો અત્યારે જ કરી જ રહ્યા છીએ આપણે આપણી વ્યવહારિક ઉપાધિને અનુસાર કરતા હોઈએ કે વર્ણના આશ્રમની ઉપાધિને અનુસાર કર્તવ્ય કર્મો કરતા હોઈએ એ ઈશ્વરપણ બુદ્ધિથી કરીએ અને જે ફળ પ્રાપ્ત થાય એમાં મમત્વ ન રાખીએ તો એવી રીતે
53:57 કરાયેલું કર્મ એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મહ જો હવે સંસ્કૃત શબ્દો જ બોલીશ પણ અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય જશે ખાલી ગોઠવીને બોલી દઈશું એટલે અર્થ સ્પષ્ટ જણાઈ જશે યહ પ્રવૃત્તિ લક્ષણો ધર્મો અભ્યુદયાથ અપી અભ્યુદય માટે છે અને એક લક્ષણ એ ધર્મ કેવો છે ધર્મ અર્થાત કે જીવન પદ્ધતિ તો કે વર્ણ આશ્રમચ ઉદ્દેશ્ય વિહિત વર્ણાશ્રમાનચ ઉદ્દેશ્ય વર્ણ અને આશ્રમને અનુસાર જેનો ઉપદેશ અપાયેલો છે જે કહેવાયેલા છે એ કર્મો એ કર્મોથી શું થશે તોે દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુ અભ્યુદયાથઃ અને દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુ એવું હોવા છતાં પણ અપીસન એવું હોવા છતાં પણ જો ઈશ્વરપણ
54:47 બુદ્ધ્યા ફલાભ સંધિ વર્જિતઃ આ બંને રીતે ઈશ્વરપણ બુદ્ધિયા અને ફલાભ સંધિ વર્જિતઃ અનુષ્ઠીય માનઃ જો એનું અનુષ્ઠાન આ બે સમજપૂર્વક કરવામાં આવે તો સત્વ શુદ્ધયે ભવતીિ તો અંતઃકરણની શુદ્ધિ કરે છે એના એ જ કર્મો અંતઃકરણ શુદ્ધિનું સાધન બની જાય છે અન્યથા અંતઃકરણને અશુદ્ધ કરનારા બને છે એટલે આપણે સમજમાં શું સુધારો કરવાનો હવે આપણે જે કઈ કર્મો કરીએ ને એનું કર્તૃત્વ ઈશ્વરને સોંપી દેવાનું ઈશ્વરપણ બુદ્ધિયા ઈશ્વર સર્વ કર્તા છે હું મુખ્ય કર્તા નથી ઈશ્વરે મને સોંપેલું છે ઈશ્વરના સેવકની જેમ મને જે સોંપેલું છે એ હું કરું છું અને જે કઈ ફળ પ્રાપ્ત થાય છે એના પર મારો એકલાનો અધિકાર નથી એ ઈશ્વરનું જ સમષ્ટિનું
55:35 જ છે ઈશ્વર સેવામાં કે સમષ્ટિની સેવામાં જ વપરાવવું જોઈએ મને તો માત્ર ઈશ્વરે સાચવવા આપેલું છે તેને વ્યવસ્થા કરવા માટે આપેલું છે આપણે જરૂર હોય એટલું આપણે વાપરીએ અને બાકીનું સમષ્ટિ સેવામાં વપરાય આ સમજપૂર્વક કરીશું ને તો ખૂબ સરળતાથી ચિત્તની શુદ્ધિ થઈ જશે થોડો પ્રયત્ન તો કરજો બે દિવસ આ વિચારણા પૂર્વક જીવન જીવો જીવનમાં એટલી એટલો સંતોષ અને શાંતિ અનુભવાશે ને જે બીજી કોઈ રીતે નહી અનુભવી શકાય અને એવી શાંતિને સંતોષ અનુભવાય એ જ ચિત્ત શુદ્ધિ થઈ રહી છે એનું પ્રમાણ છે અને એવી રીતે સત્વશુદ્ધિ જો થઈ હશે તો આપણે તતઃ આટલું કર્યા બાદ તતઃ તત્વ વિવેકસ્ય
56:21 અધિકારીણ ભવંતીિ એનાથી આપણે તત્વવિવેક કરવાના અધિકારી થઈ શકીએ છીએ એટલે આપણે અહીંયા આની વિચારણા જોઈ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો અને હવે જે ગ્રંથ આગળ વધશે એ આવા અધિકારી હશે ને તો એ સ્પષ્ટ પોતાના અર્થો પ્રગટ કરતું જશે એટલે આપણે પ્રયત્ન ક્યાં કરવાનો છે તો કે આ અધિકારીત્વની પ્રાપ્તિ થાય એના માટે આપણે પ્રયત્ન કરવાનો અને હવે ગ્રંથનો જે બીજો ભાગ શરૂ થશે આ સાધન ચતુષ્ટયની નિરૂપણ થઈ ગયું અધિકારિત્વનું નિરૂપણ થઈ ગયું હવેને ગ્રંથ તત્વનો વિવેક કરાવશે એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ સમજ આપણને આત્મસાત થાય આવું અધિકારિત્વ પ્રાપ્ત કરીએ અને આગળ ગ્રંથમાં જે નિરૂપણ કરવામાં આવે છે એ આપણે જીવનમાં સમજ
57:08 પ્રાપ્ત કરી શકીએ એવી પ્રાર્થના કરીએ આજનો સમય થઈ ગયો છે પુનઃ મળીશું ત્યારે આ વિચારણામાં આગળ વધીશું ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષયતે ૐ શાંતિ શાંતિ શાંતિહ હરિ ૐ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ૐ